એવરેસ્ટ પર આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ
જન્મ :૨૪ મે, 1954 ,
નાકુરી,
ઉત્તરકાશી,
ઉત્તરાખંડ .
તેમણે બી. એ અને એમ.એ. સુધીનો અભ્યાસ કરી ઉત્તરકાશીમાં આવેલી નહેરુ ઇન્સ્ટિટયૂટ ઓવ્ માઉન્ટેનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો.અહીં તેમણે પ્રાથમિક અને એડવાન્સ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો .1982 -1983 મા એવરેસ્ટને અનુલક્ષીને તૈયારીરૂપે યોજાયેલા બે આ આરોહણોમાં તેમણે ભાગ લીધો. એ વખતે તેવો 23000 ફૂટની ઉંચાઈ સુધી પહોંચવામાં સફળ થયા.
1984 ની 23 મેના દિવસે બપોરના એક ને સાત મિનિટે એવરેસ્ટ પર ટુકડીના બે પુરુષ સભ્યો આંગ દોરજી તથા લ્હાટુ સાથે તેમણે સફળ આરોહણ કર્યું અને એવરેસ્ટ આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક બનવાનું માન તેમણે મેળવ્યું. એવરેસ્ટ પછી 1984 માં જ તેમણે મૉ બ્લાં શિખર પર સફળ આરોહણ કર્યું. ત્યારબાદ તેમણે વિશ્વના અન્ય પર્વતશિખરો પર પણ સફળ આરોહણો કર્યા ,જેમાં 1988માં કૈલાશશિખર ,1989 માં કામેટ અને અબી ગામીન અને એ પછી 1990 માં ન્યૂઝીલેન્ડના માઉન્ટ અર્નસ્લો અને માઉન્ટ એગિરસનો સમાવેશ થાય છે.અરુણાચલ પ્રદેશથી સિયાચીનના ઇન્દિરા કોલ સુધીના પાર- હિમાલય- આરોહણ માં બચેન્દ્રી પાલ સાથે કુલ આઠ મહિલાઓની ટુકડી 1997ની 15મી ઓગસ્ટે સિયાચીન ગ્લેશિયર સુધી પહોંચી હતી.
તેઓ મુંબઈની હિમાલયન ક્લબ અને દાર્જીલિંગની હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના આજીવન સભ્ય છે. અખિલ ભારતીય જૂડો અને કરાટે ફેડરેશનના અધ્યક્ષા રહી ચૂક્યા છે.તેઓ જમશેદપુરની ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડમાં અધિકારી છે. તેમને 'પદ્મશ્રી ' , 'અર્જુન એવોર્ડ ' , 'નેશનલ એડવેન્ચર એવોર્ડ ' અને 'આઈ. એફ. એમ. ગોલ્ડ મેડલ થી નવાજવામાં આવ્યા છે .
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.