બબલભાઈ મહેતા

0
Jidiya Sanjay , Create a Blog

બબલભાઈ મહેતા 
પૂરું નામ :- બબલભાઈ પ્રાણજીવન મહેતા 
જન્મ :- ૧૦ ઑકટોબર, ૧૯૧૦ 
અવસાન ;- ૨૭ સપ્ટેમ્બર, ૧૯૮૧ 
જન્મ સ્થળ :-હળવદ, ગુજરાત
પિતાનું નામ :- પ્રાણજીવનદાસ મહેતા 
અભ્યાસ :- ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું
વિશેષ:- જાણીતા ગાંધીવાદી કાર્યકર, સ્વાતંત્ર્ય સૈનિક ,લોકસેવક, લેખક ,નિબંધકાર

બબલભાઈ મહેતાનું જીવનદર્શન:-
એક વર્ષની નાની ઉમરે પિતાને ગુમાવતાં તેમનો ઉછેર માતાની છત્રછાયા હેઠળ થયો હતો. માતા પાસેથી કરકસર , સુઘડતા અને ઉદ્યોગપરાયણતા જેવા વિવિધ ગુણો તેમને વારસામાં જ મળેલા . જીવનનું પારંભિક શિક્ષણ હળવદ અને મુંબઈમાં લીધું.બાળપણમાં સંગીત, ચિત્ર અને મહાપૂરુષોના જીવનચરિત્રની અસર તેમના ચિત ઉપર થયેલી. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ અને ટૉલ્સ્ટૉય વગેરે પાસેથી સેવાપરાયણ અધ્યાત્મજીવન માટેની પ્રેરણા મળી હતી. તેઓ કુરિવાજોના વિરોધી રહ્યા હતા. કરાંચી અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.સ્વદેશી આંદોલન હોય કે સ્વાતંત્ર્યચળવળ હોય તેમાં તેઓ હંમેશ માટે સક્રિય ભૂમિકા ભજવે. અનેકવાર જેલયાત્રાઓ પણ વેઠેલી.ગ્રામસેવા ,લોકશિક્ષણ ,ગ્રામજીવન ,ભૂદાન પ્રવૃત્તિ જેવા વિષયોને કેન્દ્રમાં રાખી સરળ ભાષામાં તેમણે સાહિત્યસર્જનનું કાર્ય કર્યું છે. મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી બાબલભાઈએ તેમના રચનાત્મક કામોમાંથી સફાઇ પ્રવૃત્તિને પોતાની મનગમતી પ્રવૃત્તિ બનાવી હતી. બબલભાઈ દરરોજ ૨ કલાક સફાઇ પ્રવૃતિ માટે આપતા હતા. તેમના જેવો સફાઈને સમર્પિત સેવક ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં મળવો મુશ્કેલ છે. બબલભાઈએ પોતાની પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે ખેડા જિલ્લાના થામણા ગામને પસંદ કર્યું હતું. અને ત્યાં સફાઈ અને ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.ગ્રામસેવા કરતાં કરતાં તેમણે અનેક પુસ્તકો પણ લખેલા.  

બબલભાઈ મહેતાનું સાહિત્યસર્જન:- 

બબલભાઈ મહેતાના નોંધપાત્ર પુસ્તકોમાં નીચેના પુસ્તકોને ગણાવી શકાય:
  1. ૧૯૩૯-મારુ ગામડું 
  2. ૧૯૪૪-ભીંતપત્રો દ્વારા લોકશિક્ષણ 
  3. ૧૯૪૮-રવિશંકર મહારાજ 
  4. ૧૯૫૨- ભૂદાનનાં ગીતો
  5. ૧૫૫૫-યજ્ઞસંદેશ  
  6. ૧૯૫૬-સર્વોદય અને ભૂદાનયજ્ઞ 
  7. ૧૯૫૬-૧૯૫૭-સર્વોદયની વાતો ( ભાગ ૧ થી ૫ )
  8. ૧૯૬૦-જીવનસૌરભ 
  9. ૧૯૬૦-માનવતાના સંસ્કારો 
  10. ૧૯૬૫-સમૂહજીવનનો આચાર 
  11. ૧૯૬૯-બાપુને પ્રતાપે 
  12. ૧૯૮૨-મારી જીવનયાત્રા (આત્મકથા)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)