મણિલાલ દ્વિવેદી
પૂરું નામ :- મણિલાલ નભુભાઈ દ્વિવેદી
જન્મ :- ૨૬ સપ્ટેમ્બર ૧૮૫૮
સમયગાળો :- પંડિતયુગના સાહિત્યકાર
તખલ્લુસ(ઉપનામ):- 'એક બ્રાહ્મણ ' , ‘ એક પ્રવાસી ' , અભેગમાર્ગના પ્રવાસી ' , 'એક વિદ્યાર્થી' , 'બ્રહ્મનિષ્ઠ'
અવસાન ;- ૧ ઓકટોબર , ૧૮૯૮
જન્મ સ્થળ :-નડીયાદ , ગુજરાત
પિતાનું નામ :-નભુભાઈ દ્વિવેદી
માતાનું નામ :- નિરધાર
પત્નીનું નામ :- ફૂલી ઉર્ફે મહાલક્ષ્મી
અભ્યાસ :- બી.એ., એમ.એ.
વ્યવસાય :- નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક
પરિતોષિકો :-
- જેમ્સ ટેલર પરિતોષિક
મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનદર્શન :-
મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું સાહિત્યસર્જન:-
- કાન્તા (૧૮૮૨)
- નારીપ્રતિષ્ઠા (૧૮૮૪)
- સિદ્ધાન્તસાર (૧૮૮૯)
- આત્મનિમજ્જન (૧૮૯૫)
- નૃસિંહાવતાર (૧૮૯૫)
- ગુલાબસિંહ (૧૮૯૭)
- સુદર્શન ગદ્યાવલિ (૧૯૦૯)
- આત્મવૃત્તાંત (૧૯૭૯)
- 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' તેમના નાટકો છે.
- 'બાળવિલાસ' તથા 'સુદર્શન ગદ્યાવલિ' અનુક્રમે તેમના લઘુ અને દીર્ઘ નિબંધોના સંગ્રહો છે.
- 'આત્મનિમજ્જન' તેમનો કાવ્યસંગ્રહ છે.
- તેમણે લૉર્ડ લિટનની અંગ્રેજી નવલકથા 'ઝેનોની'નું 'ગુલાબસિંહ' નામે ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું.
- તેમણે 'સિદ્ધાંતસાર' શિર્ષકથી ધર્મચિંતનનો ગ્રંથ લખ્યો હતો.
- તેમણે 'પ્રિયંવદા' અને 'સુદર્શન' નામના સામયિકો ચલાવ્યા હતા અને એ દ્વારા સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે સમાજને અભિમુખ કરવા બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હતો.
- ૧૮૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ગુજરાતની પ્રજાને વેદાંતનો વ્યાવહારિક ઉપયોગ સમજાવવા સતત લખાણો પ્રગટ કર્યાં હતા.
મણિલાલ નભુભાઈ દ્વિવેદીની વિશેષ કાવ્ય પંક્તિઓ :-
- 'કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે '
'કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે ' એ પ્રસિદ્ધ કાવ્ય રચનાર પંડિતયુગના સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જન્મ ૨૬ સપ્ટેમ્બર , ૧૮૫૮ ના રોજ તેમના મોસાળ સાક્ષરભૂમિ નડિયાદમાં થયો હતો.તેમના માતા - પિતાનું નામ અનુક્રમે નિરધાર અને નભુભાઈ હતું. મણિલાલના પિતા નભુભાઈની પ્રથમ પત્ની નિ:સંતાન મૃત્યુ પામ્યા હતા. મણિલાલ નભુભાઈના દ્વિતીય પત્નીના સંતાન હતા. કહેવાય છે કે ચાર વર્ષની ઉમર થતાં મણિલાલ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં ભણવા માટે ગયા, પણ ત્યાં તેઓ સામાન્ય વાંચન અને સાધારણ આંકથી વિશેષ અભ્યાસ કરી શક્યા નહીં. તેઓને ગણિત વિષય ખૂબ અઘરો લાગતો હોય ગણિતના દાખલા ગણવામાં તેઓ ખૂબ નબળા હતા, ગુજરાતી પાંચ ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અંગ્રેજી નિશાળમાં દાખલ થયા. ત્યાં તેઓને ઝવેરીલાલ લલ્લુભાઈ નામના શિક્ષકનું સારું એવું માર્ગદર્શન મળ્યું. અને એના લીધે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં પ્રથમ ક્રમાંકે પાસ થયા. આથી શાળાના મુખ્ય શિક્ષકે તેઓને ત્રીજા ધોરણને બદલે સીધા જ ચોથા ધોરણમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા. પરંતુ મણિલાલે મુખ્ય શિક્ષકને વિનંતી કરી આથી તેઓને ત્રીજા ધોરણમાં મૂકવામાં આવ્યા. મણિલાલને એવો ડર હતો કે કદાચ સંસ્કૃત અને યુક્લીડ જેવા નવા વિષયો બરાબર ના શીખી શકાય આથી તેઓને ચોથા ધોરણને બદલે ત્રીજા ધોરણમાં ભણવાનું વધારે યોગ્ય લાગ્યું .1875 માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપી. મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં નાપાસ થયા , પરંતુ બીજે વર્ષ સમર્ગ યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા.અને આ ઉપરાંત તેઓએ કહાનદાસ મંછારામ શિષ્યવૃતિ પણ મેળવી. વર્ષ 1877 માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી. એ. ના અભ્યાસ માટે દાખલ થયા. અને બી. એ. ની પરીક્ષામાં તેઓ બીજા નંબરે પાસ થયા. આ ઉપરાંત તેમણે ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર જેવા વિષયમાં જેમ્સ ટેલર પારિતોષિક પણ મેળવ્યું. ત્યારબાદ તેમની નડિયાદની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ત્યાર પછી તેઓની મુંબઇમાં સરકારી કન્યાશાળાઓના નિરીક્ષક પદે નિમણૂક થઇ હતી .1885 થી તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજના સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા હતા. અને આ ઉપરાંત તેઓ 1888 માં ત્યાંથી નિવૃત થઈ ડિસેમ્બર 1893 થી જુલાઇ 1895 સુધી વડોદરા રાજ્ય તરફથી શરૂ કરાયેલા પ્રાચ્યવિદ્યા વિભાગના અધ્યક્ષ પણ રહ્યા હતા. મણિલાલે પોતાની આત્મકથા 'આત્મવૃતાંત' માં કૉલેજકાળના ઘણા રહસ્યોને ઉજાગર કર્યા છે. લગભગ 40 વર્ષની ઉમરે તેમનું નડિયાદ ખાતે અવસાન થયું હતું.
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.