||NAVODAY EXAM MOST IMP 

ફકરાઓ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના ફકરાઓ||



નોંધ:-નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇


1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇NAVODAY EXAM👇


ફકરો-1


રણપ્રદેશ એવી જગ્યા છે જ્યાં ચારે બાજુ રેતી હોય છે, ત્યાં વરસાદ બહુ જ ઓછો પડે છે. તેથી ત્યાં વનસ્પતિ,વૃક્ષો ખૂબ જ ઓછાં હોય છે. રણપ્રદેશમાં કેક્ટસ , ખજૂરનાં વૃક્ષો તથા કાંટાવાળા છોડ થાય છે.કારણકે તેમને બહુ વધારે માત્રામાં પાણીની આવશ્યકતા હોતી નથી. દુનિયામાં સહારાનું રણ સૌથી મોટું રણ છે. તે ઉત્તરી આફ્રિકામાં ફેલાયેલું છે. અરેબિયન રણ પણ ખૂબ મોટું રણ છે .થારનું રણ રાજસ્થાનમાં આવેલું છે.રણપ્રદેશમાં દિવસે ખૂબ ગરમી હોય છે અને રાત્રે ઠંડક થઇ જાય છે.


1.દુનિયાનું સૌથી મોટું રણ ક્યાં છે?

(1)ભારત

(2)આફ્રિકા 

(3) અરેબિયા

(4) અમેરિકા


2. ખજૂરના વૃક્ષો ક્યાં ઉગે છે?

(1)પર્વતીય પ્રદેશોમાં

(2)રણપ્રદેશમાં

(3)બરફવાળા પ્રદેશમાં

(4)સપાટ મેદાનોમાં


3.રણપ્રદેશોનું વાતાવરણ...

(1)મુશ્કેલીભર્યું

(2)સુવિધાજનક

(3)ઠંડુ

(4)ખુશનુમા


4.રણપ્રદેશોમાં ...

(1)વરસાદ વરસતો નથી

(2)ભારે વરસાદ

(3)બહુ અલ્પ માત્રામાં  વરસાદ

(4)પર્યાપ્ત માત્રામાં વરસાદ


5.રણપ્રદેશમાં અલ્પમાત્રામાં વૃક્ષો હોય છે,કારણકે...

(1) ત્યાં વૃક્ષોની દેખરેખ માટે કોઈ હોતું નથી.

(2)રાત્રે વધારે ઠંડક હોય છે.

(3) ત્યાં ચારે બાજુ રેતી હોય છે.

(4)મોટા ભાગના વૃક્ષોને વિકાસ માટે પાણીની આવશ્યકતા હોય છે.