નવોદય પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી ભાષાના મહત્વના ફકરાઓ - 2

0

 

||NAVODAY EXAM MOST IMP 

ફકરાઓ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના ફકરાઓ||



નોંધ:-નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇


1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇NAVODAY EXAM👇


ફકરો-2


"તેઓ હંસની પ્રશંસા કરે છે અને મને કાળો કહે છે. હું હંસ કરતા ઝડપથી ઊડી શકું છું. લાવ, હું એને પડકારું ને હરાવું પછી તેઓ મારી પ્રશંસા કરશે અને તેનું અપમાન કરશે." આમ વિચારીને કાગડાએ હંસને દરિયાની વચ્ચે આવેલા ટાપુ સુધી તેની સાથે ઉડવા માટે પડકાર્યો. હશે એ માટે 'ના' પાડી, પણ કાગડાએ આગ્રહ કર્યો. એટલે બંને આકાશમાં ઊડ્યા. શરૂઆતમાં ખૂબ ઝડપથી ઊડી ને કાગડો હંસ કરતા આગળ નીકળી ગયો, જ્યારે હંસ એની સામાન્ય ગતિએ ઉડતો હતો. થોડીવારમાં કાગડો થાકી ગયો અને નીચે પડવા માંડ્યો. હંસને કાગડાની દયા આવી .એણે પોતાની પાંખ પર કાગડાને બેસાડી દીધો ને ઉડીને ટાપુ સુધી સાચવીને પહોંચાડી દીધો. કાગડાને પોતાની જાત પર શરમ આવી.


1. કાગડો...

(1) અભિમાની હતો.

(2) ઈર્ષાળુ હતો.

(3) હોશિયાર હતો.

(4) નમ્ર હતો.

2. કાગડાએ હંસને સૂચવ્યું કે તેઓ...

(1) ઉડવાની સ્પર્ધા કરે.

(2) એકબીજાને મદદ કરે.

(3) સાથે ટાપુની મુલાકાત લે.

(4) ઉજાણી કરવા જાય.

3. હંસે....

(1) દરખાસ્ત ની મજાક કરી.

(2) છેવટે દરખાસ્ત સ્વીકારી.

(3) કાગડા ની દરખાસ્ત નું સ્વાગત કર્યું.

(4) છેવટે દરખાસ્તને નકારી.

4. કાગડા કરતાં વિપરીત, હંસ પોતાની સામાન્ય ગતિએ ઊડ્યો કારણકે...

(1) તે પરિણામ વિશે અનિશ્ચિત હતો.

(2) તેને પોતાના વિશે ખાતરી હતી.

(3) તેને કાગડાની બીક લાગતી હતી.

(4) તેને પોતાના પર ગર્વ હતો.

5. કાગડો હંસ ને પડકારીને હરાવવા માંગતો હતો કે ,જેથી...

(1) હંસ કાળો કહેવાય.

(2) હંસને અને કાગડાની દયા આવે.

(3) હંસના વખાણ થાય.

(4) કાગડાના વખાણ થાય.

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)