નવોદય પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી ભાષાના મહત્વના ફકરાઓ - 3

0

 


||NAVODAY EXAM MOST IMP 

ફકરાઓ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના ફકરાઓ||



નોંધ:-નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇


1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇NAVODAY EXAM👇


ફકરો-3


મહાપુરુષોના જીવનમાં તેમની અર્ધાંગીનીઓનો ફાળો એ ઇતિહાસના સંશોધનનો વિષય બની શકે એમ છે. એ રીતે જોઈએ તો બાપુના જીવનમાં બાનો ફાળો અનેક ગૃહસ્થોના જીવનમાં એમની પત્નીઓનો હોય છે તેવો જ, છતાં પણ અસાધારણ હતો. આગાખાન મહેલમાં તેઓ બાપુના સાનિધ્યમાં ગુજરી ગયા ત્યારે તેમને વિશે બાપુએ કહ્યું :"એતો જગદંબા હતી." આમ એક સાધારણ ભારતીય નારીએ એક જીવનકાળ દરમિયાન આટલી મોટી મજલ શી રીતે કાપી? કસ્તુરબાના વિકાસમાં સૌથી મહત્વનું કારણ એ હતું કે તેઓ નિત્ય વિકાસશીલ મહાત્માના પત્ની હતા. પરંતુ એ એક જ કારણ નહોતું. તેઓ સાચા અર્થમાં મહાત્માના સહધર્મચારણી હતા.


પ્રશ્ન -1. કસ્તુરબા ક્યાં ગુજરી ગયા?

(1) આગાખાન મહેલમાં

(2) બાપુના સાનિધ્યમાં

(3) પોતાના ઘરમાં

(4) એક દવાખાનામાં

પ્રશ્ન -2. કસ્તુરબા કોના બા હતા?

(1) આગાખાનના

(2) મહાત્માના

(3) તેમના પોતાના પુત્રોના

(4) ગાંધીજીના

પ્રશ્ન-3. સાનિધ્ય શબ્દનો અર્થ આમાંથી કયો હોઈ શકે?

(1) મિત્રતા

(2) સંબંધ

(3) પડોશ

(4) નિકટતા

પ્રશ્ન -4. અર્ધાંગિની શબ્દનો નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયો છે?

(1) ગૃહસ્થ

(2) પત્ની

(3) સ્ત્રી

(4) ભારતીય નારી

પ્રશ્ન -5. બાપુના જીવનમાં બાનો ફાળો કેવો હતો?

(1) ખૂબ સારો એવો

(2) જગદંબા જેવો

(3) અનેક ગૃહસ્થોના જીવનમાં એમની પત્નીઓનો હોય છે તેઓ જ છતાં પણ અસાધારણ

(4) નિત્ય વિકાસશીલ મહાત્માના પત્ની જેવો


Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)