નવોદય પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી ભાષાના મહત્વના ફકરાઓ - 4

0

 


||NAVODAY EXAM MOST IMP 

ફકરાઓ||

|| નવોદય પરીક્ષાની તૈયારી માટે મહત્વના ફકરાઓ||



નોંધ:-નવોદય પરીક્ષાની તૈયારી માટેના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇


1)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -1 :CLICK HERE

2)નવોદય પરીક્ષાની તૈયારી ગ્રુપ -2 :CLICK HERE


👇NAVODAY EXAM👇


ફકરો-4



એક દિવસ બપોરે એક વેપારીના રસોડામાં સાપ દેખાયો. તેને મારવો કઈ રીતે તે એને ખબર ન પડી. એટલે એણે સાપની ઉપર માટલું ઉંધુ વાળી દીધું ને એમ જ રહેવા દીધું. પછી એ પોતાના મિત્રોને મળવા બહાર ચાલ્યો ગયો. તે દિવસે રાત્રે કેટલાક ચોર વેપારીના ઘરમાં ઘૂસ્યા. એ લોકો રસોડામાં આવ્યા ને માટલું જોયું. એમને થયું,"ઓહ ! વેપારીએ આની નીચે કંઈક કીમતી વસ્તુ સંતાડી હશે. ચાલો આપણે તે લઈ લઈએ." એમણે માટલું ઊંચક્યું કે સાપ એમને કરડવા આવ્યો. ચોર ઘરની બહાર ભાગી ગયા. તે લોકો કંઈ જ ચોરી ન શક્યા.


પ્રશ્ન-1. વેપારીએ ઘરમાં શું જોયું

(1) ચોર

(2) હાર

(3) માટલુ

(4) સાપ

પ્રશ્ન-૨. તે રાત્રે ઘરમાં કોણ આવ્યું.

(1) સાપ

(2) વેપારી

(3) ચોર

(4) મિત્રો

પ્રશ્ન-3. એણે સાપની ઉપર માટલું ઉંધુ વાળી દીધું, કારણકે...

(1) એને થયું કે કામ આવશે.

(2) એ ચોરને ડરાવવા ઇચ્છતો હતો.

(3) એને સાપ રાખવો હતો.

(4) એને ખબર નહોતી કે એને કેવી રીતે મારવો.

પ્રશ્ન-4. ચોર ઘરમાંથી નાસી ગયા, કારણકે...

(1) વેપારી જાગી ગયો.

(2) રસોડામાં કંઈ ખાવાનું નહોતું.

(3) એ સાપથી ડરી ગયા.

(4) એમને કંઈ ચોરવું નહોતું.

પ્રશ્ન -5. ચોરોએ માટલું ઊંચક્યું ,કારણકે...

(1) એમને થયું કે એમાં કંઈક કીમતી વસ્તુ હશે.

(2) એમને તે જોઈતું હતું.

(3) એ વચ્ચે આવતું હતું.

(4) એમને સાપ જોઈતો હતો.

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)