Jidiya Sanjay , Create a Blog

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૦

 

                                          

નામ:સંજયકુમાર વલ્લભભાઈ જીડિયા

શાળાનું નામ:ભુજપુરવાંકરાઇવાડી શાળા

શાળાનું સરનામું:મોટી ભુજપુર,તા.મુન્દ્રા,જી. કચ્છ

મો.નં.:7698072908

ઇ-મેઈલ:jidiyasan@gmail.com


ઇનોવેશનનું શિર્ષક:
શૈક્ષણિક કાર્યમાં ટેક્નોલૉજીનો  વિશિષ્ટ અને અસરકારક ઉપયોગ

ઇનોવેશનની કેટેગરી:ટેક્નોલૉજીનો ઉપયોગ




શૈક્ષણિક સમસ્યા ઉદ્દભવના કારણો :શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો છે. અને તેમાં હું ધોરણ 3 અને 4ના બાળકોને અભ્યાસ કરાવું છું. Covid -19 ના કારણે જ્યારે બાળકો શાળાએ આવી નથી શકતા તેવા સમયે બાળકોનો શૈક્ષણિક અભ્યાસ વ્યવસ્થિત રીતે થાય એવા વિચારોમાંથી શિક્ષણને ટેકનોલોજી સાથે જોડી બાળકોને અભ્યાસ કરાવવાનું વિચાર્યું.lockdown અને વેકેશનના સમયનો મેં પૂરેપૂરો સદુપયોગ કર્યો અને નાના બાળકો માટે એનિમેશનના વિડીયો અને ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સમજૂતી સાથેના વિડીયો બનાવી આ સામગ્રી તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.શિક્ષણ વિભાગના હોમ લર્નિંગના વિડીયો અને મૂલ્યાંકન માટે ઓનલાઇન ટેસ્ટ પણ ગોઠવી શકાય એવો વિચાર આવ્યો. અને આ બધું થઈ શક્યું youtube, બ્લોગ અને whatsatoapp ની ઝીણવટપૂર્વકની સમજણથી.બાળકોની રસ રૂચિ જળવાઇ રહે અને નિયમિત અભ્યાસ કરે તે માટે વિવિધ એજ્યુકેશનના વિડીયો બનાવવાનો વિચાર આવ્યો.શિક્ષણને ટેકનોલોજી સાથે જોડી કોવિડ-19 ના સમયમાં ઉભી થયેલ શૈક્ષણિક અભ્યાસની સમસ્યાને બને તેટલી દૂર કરવાનો પ્રયત્ન આદર્યો..
હેતુઓ:- (1)કોવિડ-૧૯ ના સમયે શૈક્ષણિક અભ્યાસમાં બાળકોનો રસ રૂચિ જળવાઇ રહે અને નિયમિત અભ્યાસ કરે.(2)ટેકનોલોજીનો અભ્યાસ અને મૂલ્યાંકનમાં ઉપયોગ
ઇનોવેશનનું વર્ણન, કાર્યપદ્ધતિ અને સાધન સામગ્રી: (1)YOU TUBE CHANNEL:-Education Everyday નામની યુ ટ્યુબ ચૅનલ બનાવી,230 થી વધારે શૈક્ષણિક વિડિયો બનાવ્યા,23 જેટલા વિડિયો પ્લેલિસ્ટ,ધોરણ 6,7,8 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના તમામ પ્રકરણની સમજૂતી,સ્વાધ્યાય અને અગત્યના પ્રશ્નોના વિડિયોનું નિર્માણ,ધોરણ 3 થી 8 ના પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી શબ્દો,વિરુદ્ધાર્થી શબ્દો,શબ્દ સમૂહ માટે એક શબ્દ,રૂઢિપ્રયોગો અને તેના અર્થ વગેરે જેવા ગુજરાતી વ્યાકરણના વિડિયોનું નિર્માણ,નવોદય પરીક્ષા માટેના પેપરનું સોલ્યુશનના 21 જેટલા વિડિયો,સામાજિક વિજ્ઞાન ધોરણ 6 અને 7 ના વિડિયો,ગુજરાતી કવિ લેખકોના 19 જેટલા વિડિયો,આ ઉપરાંત ધોરણ 3,ધોરણ 4 ,ધોરણ 5 ,ઘરે શીખીએ પ્રવૃતિ, વ્યક્તિ વિશેષ,દિન વિશેષ,એજ્યુકેશનના વિવિધ વિડિયોનું નિર્માણ.(2)SCHOOL  BLOG WEBSITE:-www.Vankraivadischool.Com નામની બ્લોગ વેબસાઇટ બનાવી,90 જેટલી વિવિધ શૈક્ષણિક પોસ્ટ,ધોરણ 1 થી 12 ના તમામ વિષયોના પાઠ્યપુસ્તકો ઓનલાઈન અભ્યાસ,વિવિધ શૈક્ષણિક પોસ્ટમાં વાચન સાથે વિડિયો નિહાળી સમજૂતી મેળવી શકે અને ઓનલાઈન ક્વિઝ આપી મૂલ્યાંકન કરે તેવું આયોજન, શિક્ષણવિભાગના હોમ લર્નિંગ ધોરણ 1 થી 12 ના વિડિયો તારીખ મુજબ મળી રહે તેનું આયોજન,અગત્યની PDF  ફાઇલ,ઓનલાઇન ક્વિઝ અને કોઈ પણ પોસ્ટ share કરી શકે તુનું આયોજન(3)BLOG:-www.Onlinequizdailyblogspot.Com નામનો બ્લોગ બનાવ્યો,આ બ્લોગમાં ઓનલાઈન ક્વિઝની વ્યવસ્થા કરવામાં આવી, મૂલ્યાંકન માટે આ બ્લોગ બનાવવાનું વિચાર્યું (4)WhatsAuto App નો ઉપયોગ:-વિધ્યાર્થીઓ સુધી વિવિધ શૈક્ષણિક સામગ્રી પહોંચાડવા Whats Auto એપ્લિકેશનનો ઉપયોગ,જ્યારે જરૂર પડે ત્યારે વિડિયો ઓટોમેટિક મળી રહે તેવી વ્યવસ્થા,8200653640 મોબાઈલ નંબર સેવ કરી તેના પર મેસેજ કરતાં ઓટોમેટિક વિડિયો મળે શકે,મોબાઈલ પર મેસેજ કરવાના વિવિધ કોડ જેમકે, (1)વિજ્ઞાન વિષય માટે –science (2)ગુજરાતી વિષય માટે –gujarati (3)ધોરણ 3 માટે –class3 (4)ધોરણ 4 માટે –class4 (5)ધોરણ 5 માટે – class5 (6)નવોદય પરીક્ષાની તૈયારી માટે – navoday,વિધ્યાર્થી જાતે જ મેસેજ કરી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા,મેસેજમાં સ્પેલિંગની ભૂલ હશે તો રિપ્લાય નહીં મળે તે આ એપ્લિકેશનની મર્યાદા છે.તેના વિવિધ સાધનસામગ્રીમાં પાઠ્યપુસ્તકો,મોબાઈલ,લેપટોપ,શૈક્ષણિક પ્રવૃતિના ફોટોગ્રાફ,વિવિધ શૈક્ષણિક વિડિયોનો અભ્યાસ,શૈક્ષણિક ઈતર સાહિત્ય,પુસ્તકાલયનો ઉપયોગ,વિવિધ એપ્લિકેશન,યૂટ્યૂબ,બ્લોગ,ગૂગલ ડ્રાઈવ,ઈન્ટરનેટનો ઉપયોગ,વિવિધ શૈક્ષણિક વેબસાઈટ,વિકિપીડિયા,માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ,માઈક્રોસોફ્ટ વર્ડ વગેરે.
મૂલ્યાંકન:આ ઈનોવેશનથી વિધ્યાર્થીઓ પોતાની જાતે જ ઓનલાઈન ટેસ્ટ આપે તે માટે વિવિધ ઓનલાઈન ક્વિઝ બનાવવામાં આવી. અને આ બધી ક્વિઝ એક સાથે ઉપલબ્ધ થઈ રહે તે માટે www. Onlinequizdailyblogspot.Com  નામનો બ્લોગ બનાવ્યો.આ બ્લોગમાં ઓનલાઈન ક્વિઝની વ્યવસ્થા કરવામાં આવી જેમાં વિધ્યાર્થીઓ પોતાના વિષયોની ઓનલાઈન ટેસ્ટ આપી પ્રશ્નોના સાચા જવાબો જાણી શકતા. અર્થાત સ્વ-મુક્યાંકનનો ગુણ વિકસાવવામાં મદદ મળી.
પરિણામ:વિવિધ એનિમેશન વિડિયો દ્વારા વિધ્યાર્થીઓની રસ-રુચિ પ્રમાણે અભ્યાસ કરાવી શક્યા,WhatsAuto  એપ્લિકેશનની મદદથી વિવિધ શૈક્ષણિક વિડિયો વિધ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ મળી,you tube પર વિવિધ શૈક્ષણિક વિડિયો મળી રહેવાથી વિધ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરી શક્યા,ઓનલાઈન ક્વિઝ આપી વિધ્યાર્થીઓ જાતે જ પોતાનું મૂલ્યાંકન કરી શક્યા,ઉપયોગી પાઠ્યપુસ્તકો ડાઉનલૉર્ડ કરી,વિવિધ ચિત્રો,શિક્ષણિક બ્લોગ પોસ્ટ,ઉપયોગી પીડીએફ દ્વારા અભ્યાસમાં કુશળતા કેળવી શક્યા,વિધ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાના પ્રયત્નને સાર્થક કરી શકયા,શિક્ષણ વિભાગના હોમ લર્નિંગના વિડિયો દરેક વિધ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં સાર્થક થયાં,મારી શાળા સિવાય અન્ય ઘણી બધી શાળાના બાળકો આ શૈક્ષણિક વિડીયોનો પોતાના અભ્યાસમાં ઉપયોગ કરતાં થયા.
ઉપયોગિતા:-You Tube પર બનાવેલ વિવિધ શૈક્ષણિક વિડિયોનો શૈક્ષણિક અભ્યાસ દરમિયાન સમયની અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરી શકાય,બ્લોગ પર લખેલી વિવિધ શૈક્ષણિક પોસ્ટનો અભ્યાસમાં ઉપયોગ કરી શકાય,બ્લોગ પર પોસ્ટ સાથે સમજૂતી સાથેના વિડિયો હોય વધારે માહિતી મેળવી શાકાય,વિવિધ ઓનલાઈન ક્વિઝ આપી શૈક્ષણિક અભ્યાસનું મૂલ્યાંકન પણ થઈ શકે,વિવિધ શૈક્ષણિક વિડિયો,ચિત્રો,પીડીએફ,પુસ્તકો,ઈતર વાચન,ક્વિઝ વગેરે દ્વારા અભ્યાસમાં રસ કેળવી શકાય,Covid -19 ના સમયે અભ્યાસમાં સારા પરિણામો તરફ દોરી જાય.

Home Learning STD 1 TO 8 Best Groups 


👇👇👇👇

STD 1 HOME LEARNING GROUP:CLICK HERE

STD 2 HOME LEARNING GROUP:CLICK HERE

STD 3 HOME LEARNING GROUP:CLICK HERE

STD 4 HOME LEARNING GROUP:CLICK HERE

STD 5 HOME LEARNING GROUP:CLICK HERE

STD 6 HOME LEARNING GROUP:CLICK HERE

STD 7 HOME LEARNING GROUP:CLICK HERE

STD 8 HOME LEARNING GROUP:CLICK HERE