બાબર (1526 - 1530)
સંસ્થાપક:- મુઘલ સામ્રાજ્ય
મૂળ નામ:- ઝહિરૂદ્દીન મુહમ્મદ બાબર
જન્મ:- 14 મી ફેબ્રુઆરી, 1483
પિતાનું નામ:- ઉમર શેખ મિર્ઝા
માતાનું નામ:- કુતલુગ નિગારખાન બેગમ
પુત્ર:- હુમાયુ
પુત્રી:- ગુલબદન બેગમ
આત્મકથા:- તુઝુક - એ - બાબરી (તુર્કી
ભાષામાં)
બાબરનામા (ફારસી ભાષામાં અનુવાદ)
અકબરના સમયમાં (પ્રથમ પાયંદાખાએ અને ત્યારબાદ અબ્દુર રહિમ ખાનેખાના દ્વારા ફારસીમાં અનુવાદ)
બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો.
તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો.
તે પ્રકૃતિપ્રેમી અને લેખક હતો.
તેણે તેની આત્મકથા તુઝુક - એ - બાબરી લખી હતી.
તેની આત્મકથા તુઝુક - એ - બાબરી (બાબરનામા) વિશ્વસાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે.
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના
બાબરે કરી હતી.
મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈ.સ. 1526માં થઈ હતી.
બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું
પ્રથમ યુદ્ધ થયું હતું.
ઈબ્રાહીમ લોદી દિલ્હી સલ્તનતનો અંતિમ
શાસક હતો.
પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ, 1526 માં થયું હતું.
પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે તોપનો
ઉપયોગ કર્યો હતો.
આ યુદ્ધમાં બાબરે ઈબ્રાહીમ લોદીને હરાવ્યો હતો.
ઈસવીસન 1527 માં તેણે મેવાડના રાણા સંગ્રામસિંહને ખાનવાના યુદ્ધમાં હરાવ્યા હતા.
તેણે દિલ્હી અને આગ્રાની આસપાસના પ્રદેશો જીતી લઈ મુગલ સામ્રાજ્યનો પાયો મજબૂત બનાવ્યો હતો.
તેણે આગ્રા અને લાહોરમાં બગીચા
બનાવડાવ્યા હતા.
બાબરે હુમાયુને કોહિનૂર હીરો આપ્યો
હતો.
ઈ.સ.1507માં કાબુલ જીત્યા બાદ તેણે બાદશાહની ઉપાધિ ધારણ કરી હતી.
બાબર તેની ઉદારતા માટે કલંદર તરીકે જાણીતો બન્યો હતો.
તેણે આગ્રામાં ભૂમિતિના આધારે નૂરે
અફઘાન નામક બગીચો તૈયાર કરાવ્યો હતો. જેને 'આરામબાગ' પણ કહેવામાં આવે છે.
તેનું અવસાન 26 મી ડિસેમ્બર, 1530ના રોજ આગ્રા ખાતે થયું હતું.
ઈસવીસન 1530માં બીમારીને કારણે બાબર નું મૃત્યુ થયું હતું.
તેને પહેલા આરામબાગમાં અને તે બાદ કાબુલમાં તેણે પસંદ કરેલી જગ્યાએ દફનાવાયો હતો.
બાબર નો રાજ્ય વિસ્તાર:-
પશ્ચિમે કાબુલથી પૂર્વે ધામસ નદી સુધી
ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી
બાબરે લડેલા મુખ્ય યુદ્ધો:-
પાણીપતનું પ્રથમ યુદ્ધ
ખાનવાનું યુદ્ધ
ચંદેરીનું યુદ્ધ
ગોગ્રાનું યુદ્ધ
ઘાઘરાનું યુદ્ધ
બાબર નું ભારત પર આક્રમણ:-
તેણે સર્વ પ્રથમ ભારત પર આક્રમણ ઇ.સ. 1519 માં બજૌર પર યુસુફ જાતિ વિરુદ્ધ કર્યું હતું.
તોપોને સજાવવા માટે તેણે ઉસ્માની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
ભારત પર ચડાઈ કરીને તેણે સિયાલકોટ અને દિપાલપુર પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો.
અહીંથી બાબરને દોલતખાન લોદી અને આલમખાને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.(દોલતખાન લોદી એટલે પંજાબના હાકીમ અને આલમખાન એટલે ઈબ્રાહીમના કાકા)
પાણીપતનું પ્રથમ યુદ્ધ:-
બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું.
પાણીપતનું પ્રથમ યુદ્ધ 20મી એપ્રિલ, 1526 માં થયું હતું.
પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે તુલુગમા યુદ્ધ પદ્ધતિ અને તોપખાનાનો ઉપયોગ કર્યો હતો.
સૌપ્રથમવાર પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ થયો હતો.
તેણે તોપોને સજાવવાની ઉસ્માની રીતનો પ્રયોગ કર્યો હતો.
પાણીપતના પ્રથમ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ બાબરે સરદારોને યોગ્ય ઇનામો આપ્યા હતા.
આ યુદ્ધમાં બાબરે ઈબ્રાહીમ લોદીને હરાવ્યો હતો.
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.