પૂનમે શું જોયું ?|| પર્યાવરણ ધોરણ 3 એકમ 1 પૂનમે શું જોયું ||

0
Jidiya Sanjay , Create a Blog

 પૂનમે શું જોયું ?



  • તમે જોયેલા પંખીઓના નામ લખો : 
  1. ચકલી 
  2. મોર 
  3. પોપટ 
  4. મરધી 
  5. કાગડો 
  6. કાબર 
  7. ઢેલ 
  8. કોયલ 
  • તળાવની આસપાસ પૂનમે ક્યાં પ્રાણીઓ જોયા હશે ?
  1. બગલો 
  2. દેડકો 
  3. કાચબો 
  4. ટિટોડી 
  5. બકરી 
  6. ભેંસ 
  • વિવિધ પ્રાણીઓનાં રહેઠાણ :
  1. દરમાં રહેતાં : સાપ ,કીડી,મંકોડા ,ઉંદર 
  2. માળામાં રહેતાં : કબૂતર , કાગડો ,ચકલી ,બગલો 
  3. ઘરમાં રહેતાં : બિલાડી , વંદો , ગરોળી ,કરોળિયો 
  4. પાણીમાં રહેતાં : મગર , દેડકો,માછલી, કાચબો 
  • વિવિધ રીતે હલન- ચલન કરતાં પ્રાણીઓ :
  1. ઊડી શકે તેવાં : ચકલી , કાગડો, કોયલ 
  2. પગથી ચાલી શકે તેવાં : ગાય, ભેંસ , બકરી 
  3. પેટે સરકીને ચાલી શકે તેવાં ; સાપ ,અળસિયું, ગરોળી 
  4. કૂદકા મારી ચાલી શકે તેવાં : દેડકો, સસલું,કાંગારું 
  5. પૂંછડી હોય તેવાં : બિલાડી , ગાય , બકરી 
  6. માથે શિંગડાં હોય તેવાં : ગાય, ભેંસ, બળદ 
  7. દીવાલ ઉપર ચાલી શકે તેવાં ; કીડી , મંકોડો , ગરોળી 
  • હોઠથી પાણી પીતાં હોય તેવાં પ્રાણીઓ : 
  1. ગાય 
  2. વાંદરો 
  3. હરણ 
  4. ભેંસ 
  5. ગધેડું 
  6. બકરી
  7. હાથી 
  • જીભથી પાણી પીતાં હોય તેવાં પ્રાણીઓ : 
  1. કૂતરો 
  2. સિંહ 
  3. બિલાડી
  4. વાઘ 
  5. શિયાળ 
  • મને કેળું ખાવું ખૂબ ગમે છે . હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું : - વાંદરો 
  • હું દીવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે :- કરોળિયો 
  • હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું :- ઘુવડ 
  • ડ્રાઉં , ડ્રાઉં , ડ્રાઉં મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું :- દેડકો 
  • હું વરસાદ પછી જોવા મળું છું . મારે પગ નથી . હું પેટે સરકીને ચાલું છું :- અળસિયું 
  • મારી ગતિ ધીમી છે . હું પાણી અને જમીનમાં રહું છું :- કાચબો 

  • થડ ઉપર જોવાં મળતા: મંકોડો , ખિસકોલી , કીડી 
  • જમીન ઉપર જોવાં મળતા : સાપ , ઉંદર , નોળિયો 
  • ડાળીઓ ઉપર જોવાં મળતા : કાચિંડો , કાગડો, કોયલ 
  • પાંદડાંઓ ઉપર જોવાં મળતા : કરોળિયો , મધમાખી , મચ્છર 
  • વૃક્ષની આજુબાજુ જોવાં મળતા : ગાય , ગધેડું , બકરી 
  • અન્ય સ્થળે જોવાં મળતા : હરણ , સિંહ ,વાઘ 
વિશેષ પ્રશ્નોત્તર :

આ એકમમાં આપણે શું શીખીશું ?
  • પ્રાણીઓ ,પક્ષીઓ અને જીવજંતુઓની ઓળખ :
  • પ્રાણીઓ ,પક્ષીઓ અને જીવજંતુઓનું અનુકુલન :
  • પ્રાણીઓની ખાવા -પીવાની વિવિધ ટેવો :
  • પ્રાણીઓ -પક્ષીઓનાં રહેઠાણ :

વૃક્ષ પર રહેતા વિવિધ પક્ષીઓ : કાગડો ,કાબર ,કબૂતર ,પોપટ ,ચકલી વગેરે 
વૃક્ષ પર રહેતા વિવિધ પ્રાણીઓ : વાંદરો , ખિસકોલી 

આપણે જોયેલા વિવિધ પક્ષીઓ : કાગડો , કાબર , મોર ,ઢેલ , પોપટ , કોયલ , કબૂતર , ચકલી 

જે સજીવો ઊડી શકે તેમજ ઈંડા મૂકે છે તેમને પક્ષીઓ અથવા પંખીઓ કહેવામાં આવે છે . 
તળાવની આસપાસ પૂનમે જોયેલા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ : બકરી , કાચબો , ભેંસ , બગલો, દેડકો , ગધેડું , ટિટોડી વગેરે 

જે સજીવો બચ્ચાંને જન્મ આપે છે તેમને પ્રાણીઓ કહેવામાં આવે છે : જેમકે , ગાય , ભેંસ , બકરી , કૂતરું , બિલાડી વગેરે 

જે સજીવો નાનું કદ ધરાવે છે તેમને જીવજંતુઓ કહેવામાં આવે છે: જેમકે , મચ્છર , માંખી , પતંગિયું , વંદો , કરોળિયો  વગેરે 

પ્રાણીઓ અને પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી - જુદી રીતે હલનચલન કરતાં જોવાં મળે છે. 

વર્ગીકરણ : 
ઉડી શકે તેવાં : કાગડો , કોયલ , કબૂતર ,કાબર  વગેરે 
પગથી ચાલી શકે તેવાં : ગાય , ભેંસ , બિલાડી , કૂતરો વગેરે 
પેટે સરકીને ચાલી શકે તેવાં : સાપ , અજગર , ગરોળી , અળસિયું વગેરે 
કુદકા મારીને ચાલી શકે તેવાં : દેડકો , સસલું , કાંગારું વગેરે 
પૂછડી હોય તેવાં : બિલાડી ,કૂતરો , ગધેડું ,ગાય વગેરે 
માથે શિંગડા હોય તેવાં : ગાય , ભેંસ , બળદ વગેરે 
દીવાલ પર ચાલી શકે તેવાં : ગરોળી , કીડી ,મંકોડો વગેરે 

પ્રાણીઓ અને પક્ષીઓનાં રહેઠાણમાં જોવાં મળતી વિવિધતાઓ : 

દરમાં રહેતાં : ઉંદર , કીડી , મંકોડો , સાપ વગેરે 
માળામાં રહેતાં : કબૂતર , ચકલી , પોપટ ,કાગડો વગેરે 
આપણી સાથે ઘરમાં રહેતાં : કરોળિયો , વંદો , ગરોળી , બિલાડી વગેર 
પાણીમાં રહેતાં : માછલી ,દેડકો , કાચબો ,મગર વગેરે 

ખાવા -પીવાંની રીતમાં પ્રાણીઓ અને પક્ષીઓમાં વિવધતાં : 

ખાવાની રીતમાં પ્રાણીઓ અને પક્ષીઓમાં વિવધતાં : 


શાકાહારી પ્રાણીઓ : જે પ્રાણીઓ માત્ર વનસ્પતિનો અને તેમાંથી બનેલી વસ્તુઓનો જ ખોરાકમાં ઉપયોગ કરે છે તેવાં પ્રાણીઓને શાકાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે . 

જેમકે, ગાય , ભેંસ , હરણ , હાથી , ઘોડો , ઝિબ્રા, બકરી વગેરે 

માંસાહારી પ્રાણીઓ : જે પ્રાણીઓ બીજા પ્રાણીઓનો શિકાર કરી તેમનાં માંસનો ખોરાકમાં ઉપયોગ કરે છે તેવાં પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. 

જેમકે, સિંહ , વાઘ , ચિત્તો , દીપડો ,શિયાળ વગેરે 


આ ઉપરાંત ,

કૂતરો ,બિલાડી વગેરે વનસ્પતિ અને નાનાં પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. 

ચકલી ,કબૂતર ,કાગડો વગેરે અનાજનાં દાણા અને નાના - નાના જીવજંતુઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે. 

બાજ ,સમડી ,ગીધ વગેરે  મોટા પક્ષીઓ અન્ય નાના પ્રાણીઓનો ખોરકમાં ઉપયોગ કરે છે. 


પાણી પીવાંની રીતમાં પ્રાણીઓ અને પક્ષીઓમાં વિવધતાં : 

હોઠથી પાણી પીતા(શાકાહારી પ્રાણીઓ) : ગાય , વાંદરો , હરણ , ભેંસ , ગધેડું, બકરી વગેરે 
જીભથી પાણી પીતા (માંસાહારી પ્રાણીઓ): કૂતરો , સિંહ , બિલાડી , વાઘ , શિયાળ વગેરે 

આપણી સાથે ન રહેતાં વિવિધ પ્રાણીઓ : કૂકડો , સમડી , હાથી , કાચિંડો ,બતક ,માછલી વગેરે 
આપણી સાથે  રહેતાં વિવિધ પ્રાણીઓ :ઘોડો , કૂતરો , ગરોળી , બિલાડી , ઉંદર ,મચ્છર  વગેરે 

હું કોણ છું ? 
મને કેળું ખાવું ખૂબ ગમે છે . હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું : - વાંદરો 
હું દીવાલ પર જાળું બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે :- કરોળિયો 
હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું :- ઘુવડ 
ડ્રાઉં , ડ્રાઉં , ડ્રાઉં મારો અવાજ છે. હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું :- દેડકો 
હું વરસાદ પછી જોવા મળું છું . મારે પગ નથી . હું પેટે સરકીને ચાલું છું :- અળસિયું 
મારી ગતિ ધીમી છે . હું પાણી અને જમીનમાં રહું છું :- કાચબો 



થડ પર જોવાં મળતા : મંકોડો ,કીડી ,ખિસકોલી વગેરે 
જમીન પર જોવાં મળતા: સાપ , નોળિયો , ઉંદર વગેરે 
વૃક્ષની ડાળીઓ પર જોવાં મળતા: કાગડો ,ચકલી કાચિંડો વગેરે 
પાંદડાઓ પર જોવાં મળતાં : મધમાખી, કરોળિયો ,મચ્છર વગેરે 
વૃક્ષની આજુબાજુ જોવાં મળતાં : ગાય , ભેંસ , ગધેડું વગેરે 
અન્ય સ્થળે જોવાં મળતાં : વાઘ , હરણ ,હાથી ,સિંહ વગેરે 

કદના આધારે ગોઠવણી :-

  1. કીડી 
  2. મચ્છર 
  3. મંકોડો 
  4. મધમાખી 
  5. કરોળિયો 
  6. ચકલી 
  7. ઉંદર 
  8. કાચિંડો 
  9. ખિસકોલી 
  10. કાગડો 
  11. નોળિયો 
  12. સાપ 
  13. ગધેડું 
  14. હરણ 
  15. વાઘ 
  16. સિંહ 
  17. ગાય 
  18. ભેંસ 
  19. હાથી 


ખાલી જગ્યા પૂરો :

(1)વૃક્ષોના છાંયડામાં પ્રાણીઓ આરામ કરે છે. 
(2)ભેંસ આપણને દૂધ આપે છે. 
(3)રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે. 
(4)દિવાલના ખૂણામાં જાળું ગૂંથીને રહેનાર પ્રાણી કરોળિયો છે. 
(5)ઝાડના મૂળના ભાગમાં દર બનાવીને રહેનાર પ્રાણી કીડી છે. 
(6)કાંગારું પ્રાણી પોતાના બચ્ચાંને શરીરની કોથલીમાં રાખે છે. 
(7)કૂઉં કૂઉં અવાજ કરનાર પ્રાણી કોયલ છે. 
(8)હાથી સૂંઢ વડે પાણી પીએ છે. 
(9)ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી ચામાચીડિયું છે. 
(10)તમે જોયેલું સૌથી વધુ વજન ધરાવતું પ્રાણી હાથી છે. 


ખરાં - ખોટાં જણાવો :

(1) બકરીના માથા ઉપર શિંગડાં હોય છે. 
(2)મનુષ્ય સસ્તન વર્ગનું પ્રાણી છે. 
(3)સાપ રાત્રે જોઈ શકનારું પ્રાણી છે. 
(4)ગાય જંગલમાં રહેનાર પ્રાણી છે. 
(5)દેડકો જમીન પર અને પાણી બંનેમાં રહી શકે છે,
(6)ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. 
(7)કારોળિયાને આઠ પગ હોય છે. 
(8)સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે. 
(9)ચામાચીડિયું ઊડી શકતું નથી . 
(10)બધાં જ પ્રાણીઓ ઘાસ ખાઈને જીવન પસાર કરે છે. 

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)