દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

0
Jidiya Sanjay , Create a Blog


દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 


જન્મ:- 1 ડિસેમ્બર , 1885 
અવસાન:- 21 ઓગષ્ટ , 1981 
અભ્યાસ:- B. A. 
ઉપનામ :- કાકાસાહેબ કાલેલકર 

કાકાસાહેબ કાલેલકરનું જીવનદર્શન : -

તેમનો જન્મ ઈ. સ. 1885 માં સતારામાં થયો હતો . તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામનાં વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા . તેઓ માતાપિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ જ લાડકોડમાં ઊછર્યા હતાં . પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેમજ તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતાં . તેમના ગદ્ય સામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને ' સવાઈ ગુજરાતી' નું બિરુદ મળેલું. 



વિશેષ નોંધ:- 

  • 1917 થી ગાંધીજીના અંતેવાસી
  • ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના આગેવાન સૂત્રધાર
  • ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ
  • સાહિત્ય અકાદમી ,દિલ્હી તરફથી પારિતોષિક( 1964 ) - 'જીવનવ્યવસ્થા'  માટે 
  • 1959 માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ 
  • ગુજરાતી જોડણીકોશ ના મુખ્ય સંપાદક

કાકાસાહેબ કાલેલકરની મહત્વની કૃતિઓ:



  • લલિત નિબંધો:- 
  1. ઓતરાદી દીવાલો
  2. જીવનનો આનંદ
  3. રખડવાનો આનંદ
  4. જીવનલીલા
  • પ્રવાસ ગ્રંથો:-
  1. હિમાલયનો પ્રવાસ
  2. બ્રહ્મદેશનો પ્રવાસ
  3. ઉગમણો દેશ
  4. પૂર્વ આફ્રિકામાં
  • સંસ્કૃતિ;- 
  1. જીવનસંસ્કૃતિ
  2. જીવનચિંતન
  3. જીવનવ્યવસ્થા
  4. જીવતાતહેવારો
  5. લોકજીવન
  • સાહિત્ય:- 
  1. જીવનભારતી
  2. નારીગૌરવનો કવિ
  3. સાહિત્યમાં સાર્વભૌમ જીવન
  4. ભારતીય સંસ્કૃતિનો ઉદ્ ગાતા
  5. રવિચ્છવી નું ઉપસ્થાન અને તર્પણ 
  • ઇતિહાસ:-  પૂર્વરંગ 
  • ધર્મ:- ગીતાધર્મ, જીવનપ્રદીપ
  • શિક્ષણ:-કાલેલકરના લેખો ભાગ ૧ અને ૨ ,જીવનવિકાસ
  • આત્મકથા:- સ્મરણયાત્રા, ધર્મોદય
  • જીવનચરિત્ર:-સ્વામી રામતીર્થનું જીવન ચરિત્ર,બાપુની ઝાંખી, ગાંધી પરિવારના જ્યોતિર્ધરો
  • પત્રો;- શ્રી નેત્રમણી ભાઈને , ચી . ચંદનને , વિદ્યાર્થિનીને પત્રો
  • અનુવાદ:- માનવી ખંડિયેરો ,રવિન્દ્રસૌરભ 
  • પ્રકીર્ણ:- અવારનવાર , પ્રાસંગિક પ્રતિસાદ


સુંદરતા એ સાહિત્યનું ભૂષણ છે, પણ સાહિત્યનું સર્વસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ ,સાહિત્યનો પ્રાણ, એ ઓજસ્વિતા છે ,વિક્રમશીલતા છે, સત્વસમૃદ્ધિ છે . જીવનના વિવિધ ક્ષેત્રોમાં પૌરુષ વધારવામાં જ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.     
......................................................................................................................કાકા સાહેબ કાલેલકર

કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક 70  સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ (જીવનલીલા-1956 ) : ભારતમાં ઠેરઠેર ફરીને પ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમ સ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં દેશભક્તિના દ્વવ્યથી રંગ્યા છે. સરળ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનોથી આ ગ્રંથ પ્રવાસ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
........................................................................................................................ચંદ્રકાન્ત ટોપીવાળા




Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)