પાણીનું થીજેલું ઘન સ્વરૂપ - બરફ

0
Jidiya Sanjay , Create a Blog


બરફ


પાણીનું થીજેલું ઘન સ્વરૂપ - બરફ:- 


બરફને રંગ કે ગંધ હોતા નથી. તેને કોઈ નિશ્ચિત આકાર પણ હોતો નથી. પાણી અથવા તેની બાષ્પના થીજી જવાથી બરફ બને છે. સામાન્ય રીતે એક વાતાવરણના દબાણે પાણીનું તાપમાન શૂન્ય અંશ સેલ્સિયસથી નીચે જતા તે ઘન સ્વરૂપમાં આવે છે (બરફ). જેમકે , 

  • સમુદ્ર કે નદીમાં જોવા મળતો બરફ
  • કરા રૂપે પડતો બરફ
  • રેફ્રિજરેટરમાં બનતો બરફ

પાણીની વરાળ થીજી જતા હિમ ઉત્પન્ન થાય છે. જ્યારે વાદળામાં બરફના એકાકી સ્ફટિકો ધરાવતું હિમતુલ પેદા થાય છે. પાણીમાંથી મળતો બરફ બાષ્પમાંથી બનતા બરફની જેમ સ્ફટિક - ફલકો ઉત્પન્ન કરતો નથી.


સામાન્ય રીતે પદાર્થોનું તાપમાન નીચું લઈ જતા તેમના કદમાં ઘટાડો થતો હોય છે. જ્યારે પાણીને ઠંડુ કરતા ચાર અંશ સેલ્સિયસ સુધી જ તેના કદમાં ઘટાડો અને ત્યારબાદ વધારો થાય છે . ---( અનિયમિત કદપ્રસરણ)

  • બરફ પાણી ઉપર કેમ તરે છે ?
પાણીની ઘનતા કરતા બરફની ઘનતા ઓછી હોવાથી બરફનું કદ શૂન્ય અંશ સેલ્સિયસ તાપમાને પાણી કરતા નવ ટકા જેટલું વધારે હોય છે ,આથી બરફ પાણી ઉપર તરે છે. 

  • શું બરફના લીધે ઠંડા પ્રદેશોમાનાં જળાશયોમાં જળચર પ્રાણીઓ જીવિત રહી શકે છે ?


બરફ પાણી પર તરતો હોય ત્યારે તેનું દસમાં ભાગનું કદ પાણીની બહાર હોય છે. બરફની પાણી ઉપર તરતા રહેવાની આ ઘટનાને લીધે જ ઠંડા પ્રદેશોમાનાં જળાશયોમાં જળચર પ્રાણીઓ જીવિત રહી શકે છે.

  • ઠંડા પ્રદેશોમાં કેટલીક વાર પાઈપો  કેમ ફાટી જાય છે ?

ઠંડા પ્રદેશોમાં તાપમાન ખૂબ નીચું જતા કેટલીક વાર પાઈપોમાં પાણી થીજી જવાથી કદમાં  થતા વધારાને લીધે તે ફાટી જાય છે.

  • બરફ ઉપર રમાતી વિવિધ રમતો :- 

બરફ ઉપર સ્કેટિંગ સ્કિઈંગ,આઈસ હૉકી વગેરે રમતો રમાતી હોય છે. 

બરફ પર સ્કેટિંગ કરતી વખતે સ્કેટરના વજનને લીધે બરફ પર દબાણ વધે છે. જેથી તે ભાગમાંનો બરફ પીગળે છે અને સ્કેટર દૂર જતા પાણી પાછું બરફમાં ફેરવાઈ જાય છે. 

આ જ રીતે બરફથી છવાયેલા રસ્તા પર દોડતા વાહનો ઘણીવાર રસ્તા પર સરકી જતા અકસ્માત થતા હોય છે.
  • શું બરફનો તરતો પહાડ વહાણો અને સ્ટીમરો  માટે ખતરનાક નીવડે છે ?

ઠંડા પ્રદેશોમાં હિમનદી જોવામાં આવે છે. હિમાલય જેવા ઠંડા પહાડો પરથી આવી નદીઓ ધીમી ગતિએ ચાલે છે. કેટલીક વખત મોટી નદીઓમાં, સમુદ્રમાં બરફનો તરતો પહાડ જોવા મળે છે. વહાણો માટે આવા પહાડ ખતરનાક નીવડે છે. આવા પહાડો સાથે વહાણો અને સ્ટીમરોના અથડાવાથી મોટી હોનારત સર્જાવાનાં બનાવો બને છે. 

  • બરફના વિવિધ ઉપયોગો :- 

  1. બરફનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં અને વિવિધ પ્રકારના પીણાને ઠંડા કરવા માટે થાય છે. 
  2. ફળો ,શાકભાજી, માછલી ,માંસ તથા ઈંડા લાંબો સમય સારા રહે તે માટે બરફ ઉપયોગી છે. 
  3. આ ઉપરાંત શરીર પર ઘા પડ્યો હોય તો લોહી બંધ કરવા માટે 
  4. ઇજાગ્રસ્ત ભાગ પર સોજો ન આવે તે માટે 
  5. દાઝેલા ભાગ પર મુકવા માટે બરફ વપરાય છે.
  6. મકાન બાંધતી વખતે કોક્રીટને ઠંડો કરવા બરફ વપરાય છે, જેથી તિરાડ પડતી નથી. 
  7. બરફ હોસ્પિટલોમાં શરીરના અવયવો તથા લોહીની સાચવણી માટે પણ ઉપયોગી છે.

  • સૂકો બરફ:  Dry Ice:- 


સૂકા બરફ તરીકે ઓળખાતો પદાર્થ એ રાસાયણિક દ્રષ્ટિએ પાણીનો બરફ નથી, પરંતુ તે ઘન કાર્બન- ડાયોક્સાઇડ છે. 

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)