રોજ નિશાળે જઈએ
પ્રશ્ન :1: નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1)તમે શાળામાં કેવી રીતે જાવ છો ?
(2)તમારા ગામ કે શહેર નજીક પુલ છે ? પુલ વિશે વધારે જાણકારી મેળવો.
(3)પુલ ક્યાં છે ? નદી ઉપર , રોડ ઉપર , બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય ?
(4)પુલનો ઉપયોગ કોણ કરે છે ? લોકો , પ્રાણીઓ કે વાહનો ?
(5)આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે ? તેની યાદી બનાવો.
(6)જો પુલ ન હોત , તો કેવી મુશ્કેલી પડે તે કહો.
પ્રશ્ન:2:
(1)શું તમે હોડીમાં બેઠા છો ? કેવો અનુભવ થયો હતો ?
(2)શું તમે બીજી કોઈ રીત વિચારી શકો છો , જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ ?
(3)તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી છે કે બળદગાડું છે ?
(4)તમે સાઈકલ ચલાવી શકો છો ? જો હા , તો તમને કોણે શીખવી ?
(5)તમારી શાળામાં કેટલા બાળકો સાઈકલ લઈને આવે છે ?
(6)તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક ?
(7)તમારી શાળામાં વાહનની સુવિધા છે ? જો હા , તો કયા વાહનમાં તમે આવો છો ?
પ્રશ્ન:3:
(1)તમે ક્યાં ક્યાં પશુ - પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો ?
(2)જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો ?
પ્રશ્ન : 4:
(1)જે લોકોને શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે ?
(2)શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી છે ?
પ્રશ્ન:5:
(1)તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાવ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો.
- મેદાન સીધું , નરમ અને સુંવાળું છે .
- મેદાન કાંટાઓથી છવાયેલું છે .
- રસ્તો પથરાળ અને આડોઅવળો છે.
- રેતીનું રણ છે અને રેતી ગરમ છે.
- શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે ? ચર્ચા કરો .
(2)આ એકમમાં બાળકો કેવાં વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય ? તે લખો .
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.