ભાણસાહેબ


જીવનકાળ :- ઈ. સ. ૧૬૮૯-૧૭૫૫

પિતા :- કલ્યાણ ઠક્કર

વતન :- કિનખિલોડ (બોરસદ તાલુકો); વારાહી (જિ. પાટણ; ઉ. ગુજરાત)

જ્ઞાતિ :- લોહાણા

પ્રવૃત્તિ -

સમાજશુદ્ધિ અને બોધ

વિશેષ નોંધ -

(૧) ગુજરાતમાં રામકબીરપંથના પ્રવર્તક;

(૨) રવિભાણસંપ્રદાયની ભક્તકવિપરંપરાના આદ્ય (૩) ગુરુમહિમા, અધ્યાત્મબોધ, જ્ઞાનયોગવિષયક ભજનવાણીના ર

સ્મરણીય પંક્તિઓ

સાચું નામ સાહેબનું, જૂઠું નહિ જરાય; ભાણ કહે જો ભજી લે, તો ભારે કામ જ થાય. 


 પરથમ ભાણ કબીર, અંશ અનભે ઉજિયારા; અસંખ્ જીવ ઉદ્ધાર, મિટાયા અજ્ઞાન અંધારા.


સદ્ગુરુ સાહેબ સઈ કર્યા, જેણે પ્રેમજ્યોતિ પરકાશી રે,

અખંડ જાપ આયો આતમરો, કરી કાલકી કાંસી, મેરે સદ્ગુરુ... પ્રેમજ્યોતિ પરકાશી રે.


સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા, જેણે અમ્મર નામ ઓળખાયો રે, ગુરુપ્રતાપ, સાધુકી સંગત, ભક્તિપદારથ પાયો મેરે સદ્ગુરુ, અમ્મર નામ ઓળખાયો રે હોજી !