દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી


જન્મતારીખ :- ૨૧-૧-૧૮૨૦

અવસાન :- ૨૫-૩-૧૮૯૮

જન્મસ્થળ :- વઢવાણ

અભ્યાસ :- આપશિક્ષણ

પ્રવૃત્તિ :- એલેકઝાન્ડર ફોર્બ્સના શિક્ષક અને સાથી

તંત્રી :– બુદ્ધિપ્રકાશ

વિશેષ નોંધ :- ખિતાબઃ સી.આઈ.ઈ. અંગ્રેજ સરકાર તરફથી

કૃતિઓ

પદ્ય :- દલપતકાવ્ય (ભા. ૧ : ૧૮૭૯, ભાગ-૨ : ૧૮૮૫)

નાટક :- લક્ષ્મી (૧૮૫૧); મિથ્યાભિમાન (૧૮૭૦)

નિબંધ :- ભૂતનિબંધ (૧૮૪૮); જ્ઞાતિનિબંધ (૧૮૫૧); બાલવિવાહ નિબંધ (૧૮૫૪); દૈવજ્ઞદર્પણ (૧૮૭૩)

છંદ-અલંકાર શાસ્ત્ર :- ગુજરાતી પિંગળ દલપત પિંગળ (૧૮૬૨); અંલકારાદર્શ (મરણોત્તર ઃ ૧૯૪૮)

સંપાદન :- કાવ્યદોહન (પુ. ૧: ૧૮૬૦; પુ. ૨: ૧૮૬૩); શામળસતશઈ; કથનસપ્તશતી (૧૮૫૧); રત્નમાળ (મરણોત્તર : ૧૯૦૩); ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો (મરણોત્તર : ૧૯૩૩)

ભાષાંતર : - પ્રવીણસાગર (૧૮૮૨)

વ્રજભાષાની રચનાઓ :- શ્રવણાખ્યાન (૧૮૬૮); જ્ઞાનચાતુરી

પ્રકીર્ણ :- તાર્કિક બોધ (૧૮૬૫)