એલેકઝાંડર કિન્લોક ફાર્બસ

0

 એલેકઝાંડર કિન્લોક ફાર્બસ


જન્મતારીખ : - ૭-૭-૧૮૨૧

અવસાન : - ૩૧-૮-૧૮૬૫

જન્મસ્થળ : - લંડન, ઇંગ્લૅન્ડ

અભ્યાસ  - શિલ્પશાસ્ત્ર (૨) કાયદાશાસ્ત્ર (૩) સનદી સેવા તાલીમ

પ્રવૃત્તિ : - બ્રિટિશ શાસનના મુંબઈ ઇલાકાના ઉચ્ચ અધિકારી

વિશેષ નોંધ

(૧) અહમદનગરના મદદનીશ કલેક્ટર : ૧૮૪૩

(૨) અમદાવાદમાં મદદનીશ ન્યાયાધીશ : ૧૮૪૬

(૩) મહીકાંઠાના પૉલિટિકલ એજન્ટ : ૧૮૫૨

(૪) મુંબઈ વડી અદાલતના પ્રથમ ન્યાયમૂર્તિ : ૧૮૬૧

સારસ્વત કાર્ય :-

(૧) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની (આજની ગુજરાત વિદ્યાસભા ) સ્થાપના, તા. ૨૬-૧૨-૧૮૪૮; તેના પ્રથમ મંત્રી

(૨) 'વર્તમાનપત્ર' સામયિકનો પ્રારંભ : ૪-૪-૧૮૪૯

(૩) મગનભાઈ કન્યાશાળા સ્થાપી : ૫-૧૨-૧૯૫૦

(૪) માસિક 'બુદ્ધિપ્રકાશ'નો પ્રારંભ : એપ્રિલ ૧૮૫૪

(૫) સુરત ખાતે બદલી : ૧૫-૪-૧૮૫૦; ‘સુરત સમાચાર' પત્રનો પ્રારંભ; ‘સુરત સોસાયટી' – (સુરત અઠ્ઠાવીશી સભા')ની સ્થાપના, તેના પહેલા મંત્રી

(૬) સુરતના ન્યાયાધીશ એન્ડ્રુઝના નામથી લાઈબ્રેરીની સ્થાપના કરી - નવેમ્બર ૧૮૫૦

(૭) મહીકાંઠાના પૉલિટિકલ એજન્ટ : સાદરામાં શાળાનો (ફાર્બસ સ્કૂલ) આરંભ

(૮) ૧૮૫૨ના વર્ષમાં દિવાળીના દિવસોમાં, ઇડરના મહારાજના વડપણ હેઠળ, કવિસંમેલન યોજ્યું. આ કવિસંમેલનમાં ઉપસ્થિત કવિઓને ફાર્બસે પોતાના તરફ્થી પાથ, શાલ અને શૈલાંઓના શિરપાવથી સન્માન કર્યું. આ સારસ્વત ઘટના તે દલપતરામરચિત 'ફાર્બસવિલાસ નો વસ્તુવિષય

(૯) મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ : ૧૮૬૪

(૧૦) મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ : ૧૮૬૪

(૧૧) મુંબઈમાં ગુજરાતી ભાષાની ઉન્નતિ અને વિકાસના હેતુથી ‘ગુજરાતી સભા'ની સ્થાપના કરી : ૨૫-૩-૧૮૬૫; તેના પહેલા પ્રમુખ

(૧૨) દલપતરામ, ભોળાનાથ દિવેટિયા, મનઃસુખરામ ત્રિપાઠી જેવા સન્મિત્રોની સહાયથી મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ‘કુમારપાળ રાસો', 'વસ્તુપાળ રાસો', 'પ્રબન્ધચિંતામણિ’, 'શંકરદિગ્વિજય', 'સોલંકીવંશ' અને 'ચાવડાવંશ'ની વંશાવલિઓ ‘ભોજપ્રબંધ', 'પૃથ્વીરાજ રાસો', 'રત્નમાળા', 'હમીરપ્રબંધ' જેવી પૂર્વકાલીન સાહિત્યિક અને ઇતિહાસમૂલ્યની રચનાઓની મૂળ પ્રતો મેળવી.

(૧૩) રાજકવિઓ, ચારણો, બારોટો, ગઢવીઓ, વહીવંચાઓ પાસેથી ગુજરાતસૌરાષ્ટ્રના રાજવંશોની માહિતી ભેગી કરી દંતકથાઓ, લોકસાહિત્ય આદિ સામગ્રી મેળવી.

(૧૪) ગુજરાત-સૌરાષ્ટ્રનાં પ્રસિદ્ધ મંદિરોનાં શિલ્પો, સ્થાપત્યો, શિલાલેખો, તામ્રપત્રો, દસ્તાવેજોન ચિત્રો અને વિગતો મેળવ્યાં.

(૧૫) એકત્ર કરેલી વિપુલ સામગ્રીનું સંકલન, સંશોધન, સંપાદન કરવા તેઓ ૧૮૫૪-૧૮૫૬ દરમ્યાન રજા પર ઊતરી, વિલાયત ગયા. ત્રણ વર્ષના વિદ્યાપરિશ્રમનું પરિણામ તે અંગ્રેજીમાં લખાયેલ Rasmala Part I, II. આ ગ્રંથનું પ્રકાશન લંડનના પ્રકાશક રિચર્ડસન દ્વારા થયું : ૧૮૫૬.

(૧૬) આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ બે ભાગમાં, રણછોડભાઈ ઉદયરામે કર્યો. મુંબઈની ગુજરાતી સભાએ (ફાર્બસ સભાએ) રૂ. ૧૩,૦૦0ના ખર્ચે તેનું પ્રકાશન કર્યું (૧૮૬૯-૭૦).

(૧૭) ઈ. ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થતાં, તેમના સારસ્વત કાર્યને અંજલિરૂપે, મુંબઈની ગુજરાતી સભાનું નામ ફાર્બસ ગુજરાતી સભા કરવામાં આવ્યું. તેના ઉપક્રમે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક'નું પ્રકાશન શરૂ થયું - ૧૯૩૬.

(૧૮) ફાર્બસના સારસ્વતકર્મમાં કવિ દલપતરામની સહાય હતી; તેમ દલતપરામને આશ્રય આપી તેમના કવિકર્મને પોષવામાં ફાર્બસનું પ્રદાન મૂલ્યવાન હતું. દલપતરામના રચેલ 'ફાર્બસવિલાસ' અને 'ફાર્બસવિરહ' તેની અભિવ્યક્તિરૂપ ગણાય.

(૧૯) 'રાસમાળા' અંગે સંશોધન-સંપાદનથી ફાર્બસે ગુજરાતના સાક્ષરોને નવી દિશા ચીંધી, તેમ અમદાવાદ, સૂરત અને મુંબઈમાં સારસ્વત સભાઓ સ્થાપી તદ્વિદોને વિદ્યાકાર્ય કરવાની પ્રેરણા અને મોકળાશ પણ આપી. 'રાસમાળા'માંથી અનેક અનુગામી સર્જનાત્મક કૃતિઓ માટે કથાવસ્તુ મળ્યું.

કૃતિ

Rasmala Part I, II. રાસમાળા ભા. ૧, ૨ (અનુવાદ)

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)