રવિસાહેબ (રવિદાસ/રવિરામ)

0

 રવિસાહેબ (રવિદાસ/રવિરામ)


જીવનકાળ :- ઇ. ૧૭૨૭-૧૮૦૪

પિતા :- મંછારામ

વતન:- ગામ તણછા (તા. આમોદ, જિ. ભરુચ)

જ્ઞાતિ :-વીશા શ્રીમાળી વણિક

વિશેષ નોંધ :-

(૧) ભાણસાહેબના શિષ્ય, નાદપુત્ર'; રવિભાણસંપ્રદાયના પ્રસારક

(૨) નિર્ગુણ ભક્તિના કવિ

કૃતિઓ

ભાણગીતા; રવિગીતા, મનઃસંયમ, તત્ત્વસારનિરૂપણ; બારમાસી (૧૦૭ કડીની); બારમાસી (૧૦૯ કડીની); બોધચિંતામણિ ; સિદ્ધાંત કક્કો; કવિત છપ્પય (હિન્દી રચનાઓ); આત્મલક્ષી ચિંતામણિ; ગુરુમહિમા; ભાણપરિચર; સાખીઓ; રામગુંજાર-ચિંતામણિ; સપ્તભોમિકા

કેટલીક સ્મરણીય વાણી

કોટિક ભાણ ઉગિયા દિલ ભીતરભૌમ સઘળી ભાળી; સૂનમંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિકોટીમાં લાગી મુંને તાળી. ધરણી નહીં, અલખ પુરુષ આખાશ નહીં, નહીં દિવસ રાતી; પરકાશિયા, નહીં દીવો કે બાતી.


ખટશાસ્ત્ર ઓર પુરાણ અઢારા, ભાગવત ગીતા ગાઈ; કહે અદ્વૈતા કર્મ કરે નચિંતા, સૌ નર નરકે જાઈ. કાજી કુરાન કિતાબ બખાને, નીવાજ પંચ વખત જાઈ; સાંજ પડે તબ છુરી ચલાવે, ગુરુગમ બીન હે ઘુમરાઈ. કાયા કમાયા બીને કથની કથત હૈ, મૂરખ મનમાં મરડાઈ; કહે રવિદાસ સતનામ ચીન્યા બીના, અંધા આડા અફળાઈ. પિંડ ખોજ્યા વિના પાર ન આવે.


આ કોણે બનાયો ચરખો ? તમે નુરતે સુરતે નીરખો ! એના ઘડનારાને પરખો ! કોઈ પરિબ્રહ્મને પરખો ! આ કોણે બનાયો ચરખો !

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)